મોરબી : રિક્ષાની આડમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રીક્ષામા મુસાફર ને બેસાડી મુસાફર ની નઝર ચુકવી રૂપીયા ચોરી કરતા આરોપીઓને ગણતરી ના કલાકો માં પકડી પાડતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ ટીમ

હોળી ધુળેટી અનુસંધાને ચુસ્ત પેટ્રોલીંગ રાખવા અંગે જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને આજરોજ તા.૧૭/૩/૨૦૨૨ ના બપોરના સમયે ફરીયાદી અબ્બાસભાઇ દાઉદભાઇ જરગેરા રહે.ચુડા જોરાવપરા વાળા સી.એનજી રીક્ષામા પેસેન્જર તરીકે બેસેલ બાદ પાછળની શીટમા બેઠેલ બે સ્ત્રી તથા એક પુરૂષ એ ફરીયાદીની નજર ચુકવી ખીસ્સામાંથી રોકડ રૂ.૧,૦,૯૦૦૦/- ની ચોરી કરી લઇ જતા બનાવ બનેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ની અલગ અલગ ટીમો બનાવી સદરહુ રીક્ષાને શોધવા તેમજ સી.સી.ટી.વી. નેત્રમ કેમેરા ની મદદથી સદરહુ સી.એનજી રીક્ષા મોરબી શહેરના અલગ અલગ રોડ ઉપરથી પસાર થતી જોવામા આવતી હોય

જેથી સી.સી.ટી.વી. કેમેરાની મદદથી મોરબી સીટી એ ડીવી પોસ્ટેના પ્રારેડકોન્ય રામભાઇ મઢ તથા પો.કોસ ચભાઇ કરોતરા તથા તેાભાઇ ગરચરને સંયુકત હકિકત મળેલ કે મોરબી ધુનડા રોડ તરફથી ચોરીમા ઉપયોગમાં લેવાયેલ સી.એન.જી રીક્ષા શનાળા રાજપર ચોકડીએ આવતા સદરહુ સી.એન.જી રીક્ષા ચેક કરતા તેમાથી ડ્રાયવર તેમજ બે મહીલા તેમજ એક પુરૂષ મળી આવતા જેઓને વિશ્વાસમા લઇ પુછપરછ કરતા તેને આજરોજ બપોરના સમયે મોરબી જુના બસસ્ટેન્ડથી એક મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા કાઢી લીધેલ હોવાની કબુલાત આપતા હોય

તેમજ આરોપી સ્ત્રી કાજલબેન ઉર્ફે રેખાબેન વા/ઓ કિશનભાઇ વિનુભાઇ દેત્રોજા પોકેટ કોપમા ગુન્હ સર્ચ કરતા ચોરીઓના કુલ-૯ ગુન્હામા સંડોવાયેલ હોવાની હકિકત જાણવા મળેલ છે.તેમજ સદરહુ આરોપીઓ પાસેથી ચોરીમા ગયેલ રોકડ રૂ.૧,૦,૯૦૦૦/- તથા ગુન્ગમા ઉપયોગમા લેવાયેલ સી.એન.જી રીક્ષા કિ.રૂ.૫૦૦૦૦/- ગણી કુલ મુદામાલ રૂ.૧,૫૯,૦૦૦/- કબ્જે કરેલ છે. તેમજ ચારેય આરોપીઓ વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) કાજલબેન ઉર્ફે રેખાબેન વા/ઓ કિશનભાઇ વિનુભાઇ દેત્રોજા (ર)રેખાબેન વા/ઓ પ્રતાપભાઇ કિશનભાઇ પરમાર (૩)મહેશભાઇ જયંતીભાઇ પીઠડીયા (૪)નવઘણભાઇ માત્રાભાઇ મુંધવા તમામ રહે.રાજકોટ આગા

જે.એમ.આલ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સ.ઇ. એમ.પી.સોનારા તથા ASI કિશોરદાન ગઢવી તથા UHC રામભાઇ મંઢ, UPC ચકુભાઇ કરોતરા, આશિફભાઇ ચાણકીયા, હસમુખભાઇ પરમાર, અરજણભાઇ ગરીયા, તેજાભાઇ ગરચર,શકિતસિંહ પરમાર તથા પુનમબેન ચૌધરી દ્વારા કરેલ છે.