મોરબી : એક સાથે ત્રણ કારમાં આગ લાગી

છેલ્લા ઘણા સમયથી કાર માં આગ લાગવાના કિસ્સાઓ સામે આવે છે એવી જ રીતે લજાઈ ગામ પાસે પણ એક બનાવ સામે આવ્યો છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુાકાના લજાઈ ગામ પાસે આવેલા કલબ 36 પાર્કિંગમાં કિયા કારમાં આગ લાગી હતી. ત્યારબાદ આ આગ બાજુમાં પડેલી ઇનોવા અને ઇકો કારમાં પણ ફેલાઈ હતી. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.