મોરબી : ઝુંબા ડાન્સ વિથ મસ્તી એન્ડ ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

માનવ સેવા એ જ પ્રભ સેવા સંસ્થાન અને ભારત તાલીમ સંસ્થાન ના સયુંકત ઉપક્રમે અમલીકૃત બાલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત સભ્ય બાળકો માટે હાલમાં સ્કૂલો માં પરીક્ષા નું માહોલ હોય, માનસિકતાણ માંથી મુક્ત બને અને તહેવારો નો આનંદ સામુહિક મનોરંજન દ્વારા મેળવી શકે એવા આશય થી શહેર ના સરદારબાગ ખાતે સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં શહેર ના વિખ્યાત એરોબિક તાલીમના ટ્રેનર જુલિબેન ભોજાણી અને ટિમ દ્વારા “ઝુંબા ડાન્સ વિથ મસ્તી’ એન્ડ ગેટ ટુ ગેધર” દ્વારા હાજર બાળકો અને વાલીઓ ને અદભુત અને ભરપૂર મનોરંજન કરાવ્યું હતું

આ કાર્યક્રમ માં 35 થી પણ વધુ બાળકોએ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહી લાભ લીધો હતો.કાર્યક્રમ ના કોરડીનેટર આરતી રત્નાની એ આયોજક સંસ્થાઓ વતી જુલિબેન ભોજાણી અને તમામ સહભાગીઓનો હદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોને હોળીના રંગીન તહેવારો ની શુભકામનાઓ પાઠવીને તણાવમુક્ત અને ખુશ રહીને અભ્યાસ માં મહેનત દ્વારા આગળ વધવાની શીખ આપી હતી.