મોરબી જીલ્લા કૉંગ્રેસની કારોબારી યોજાશે     

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ ની કારોબારી ની મીટીંગ બોલાવવા માં આવી રહેલ છે  જેમાં આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી ની તૈયારી, સંગઠન મજબૂત બનાવવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના નવા વારાયેલ હોદેદારો ને નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે .

મોરબી શહેર કોંગ્રેસ, મોરબી તાલુકા કોંગ્રેસ અને માળીયા શહેર કોંગ્રેસ , માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ માં નવા વરાયેલ હોદેદારો ને નિમણુક પત્ર આપવાનો પણ કાર્યક્રમ સાથે રાખેલ છે. આં કાર્યક્રમ માં દરેક નવી નિમણુંક લેનાર હોદેદારો પોતાની સાથે મિત્રો સંબંધીઓ ને સાથે લઈ ને આવશે તારીખ.૨૦/૦૩/૨૦૨૨ રવિવાર સમય..સવારે ૧૦.કલાકે, સ્થળ. ઉમા રિસોર્ટ, જુના આરટીઓ ઓફિસ સામે, કંડલા બાયપાસ મોરબી ખાતે યોજાશે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ જયંતિભાઈ. જે.પટેલએ તેમની યાદીમાં જણાવ્યું છે