મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ધમાચક્કડી ૨૦૨૨ કાર્યક્રમ યોજાયો

જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા ધમાચક્કડી ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

ધમાચક્કડી ૨૦૨૨ માં વિવિધ દેશી રમતોની જમાવટ જોવા મળી હતી અને બાળપણની રમતો રમીને ભૂલકાઓ તેમજ બહેનો ખુશીથી ઝૂમી ઉઠી હતી વિજેતાઓને સોના અને ચાંદીની ભેટ આપવામાં આવી હતી આ તકે જલ્પાબેન શેઠ દ્વારા યોગા અને પુજાબેન શાહ દ્વારા ઝુમ્બા કરાવીને મજા કરાવી હતી

કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તેના પત્ની જ્યોત્સનાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા ધમાચક્કડી ૨૦૨૨ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના ખ્યાતીબેન શેઠ, દીનાબેન સુતરીયા, નીતાબેન દોશી, અમી પારેખ, શીતલબેન પારેખ, દ્રષ્ટિ દેસાઈ, પ્રિયલ મહેતા, શ્વેતા ખંડોર, ધરા દોશી સહિતની ટીમે બધી રમતો રમાડી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો