ગુજરાત સરકાર ના “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશ્ય ને સાકાર કરવા આગામી દિવસો માં મોરબી જિલ્લા માં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયા નો ઉપદ્રવ ના વધે તે હેતુ થી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા ની સૂચના અને પ્રા. આ. કેન્દ્ર લાલપર ના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશાનુસાર સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, ચેતનાબેન ચૌહાણ તથા સબ સેન્ટરો ના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાબા ના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી, બી.ટી.આઈ. છંટકાવ, સોર્સ રીડક્શન, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ,, વહેલું નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણ ની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવા માં આવી હતી.