મોરબી તાલુકાના પીપળીરોડ, ગંજાનંદપાર્ક સોસાયટી ખાતે રહેણાંક મકાન માંથી વિદેશીદારૂની બોટલો નંગ-૧૦૧ કિ.રૂ.૩૦,૩૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી.
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ અટકાવવા જે અન્વયે પોલીસને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે પીપળીરોડ, ગંજાનંદપાર્ક સોસાયટી ખાતે રહેતો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલા તેના રહેણાંક મકાનમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે જગ્યાએ રેઇડ કરતા વિદેશીદારૂની બોટલો નંગ-૧૦૧ કિ.રૂ. ૩૦,૩૦૦/- સાથે મજકૂરને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા HC ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા સુરેશભાઇ હુંબલ, દશરથસિંહ ચાવડા, રામભાઇ મંઢ,સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, વિક્રમભાઇ ફુગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા વિગેરે દ્વારા કરેલ છે.