મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ફળઝાડ વાવેતર માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર દાડમ, લીબું, જામફળ, સીતાફળ જેવા ફળપાકોના વાવતેર સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.
આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર-૨, ૨૬ અને ૯૫ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ મોરબીના સરનામે સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.