મોરબી : ઓરલ હેલ્થ હાયજીન ચેકઅપ તથા કેન્સર ડિટેક્શન કેમ્પ યોજાયો

બીજેપી મેડિકલ સેલ  દ્વારા આયોજીત તથા યુવા મોરચાના સહયોગથી ઓરલ હેલ્થ હાયજીન ચેકઅપ તથા કેન્સર ડિટેક્શન કેમ્પમા મોરબી જીલ્લામા ૭ સ્થાનમાં કરવામાં આવ્યું

(૧) ઓમ્ કાન નાક ગળા ની હોસ્પિટલ ડો હિતેશ પટેલ,મોરબી, (૨) રાધે હોસ્પિટલ ડો અલ્પેશ ફેફર, (૩) એડવાન્સ ડેન્ટલ ક્લિનીક, ડો મિલન ઉઘરેજા ,મોરબી, (૪) આસ્થા ડેન્ટલ ક્લિનીક,ડો મનિષ, અઘારા,પિપડિયા ચાર રસ્તા, (૫) સ્મિત દાંતનું દવાખાનું ,ડો પરેશ પરમાર, હળવદ, (૬) બંધુ સમાજ હોસ્પિટલ ,ડો ચિંતન પટેલ,વાંકાનેર, (૭) સુદંત ડેન્ટલ ક્લિનીક ડો ચ્ંદ્રકાન્ત પટેલ,ટંકારા વગેરે વિવિધ સ્થાનોમાં 350 જેટલા જરુરીયાતમંદ દર્દીઓનું નિ:શુલ્ક ઓરલ ચેક અપ કરવામાં આવ્યું .

જો કોઇ દર્દીની જરુર હશેતો વધારે સારવાર રાજકોટ/અમદાવાદ પણ નિ:શુલ્ક કરવામાં આવશે આ કેમ્પોનો સમગ્ર ગુજરાતના ૬૦૦ જેટલા મંડલ સ્થાનોમાં ૩૦,૦૦૦ જેટલા લોકોએ નિ:શુલ્ક લાભ લીધો હતોઆ કેમ્પનુ સફળ આયોજન મોરબી જીલ્લામાં મેડિકલ સેલના સંયોજક ડો.વિજય ગઢિયા  તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું .

આ કેમ્પને સફળ બનાવવા માટે જરુરી વ્યવસ્થા બીજેપી મોરબી જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ વિશાલ ઘોડાસરા તથા મહામંત્રી તપન દવે ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના કાર્યકર્તા દ્વારા પૂરી પાડવામાં આવી હતી