વાંકાનેર : ભૂલી પડેલી બાળકીનું માતા સાથે મિલન કરાવતી પોલીસ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ની SHE TEAM ના સભ્યો દવારા વાંકાનેર શહેર વિસ્તાર માંથી ખોવાયેલ એક બાળકી ઉવ-૩ વર્ષ વાળી ને તેના માતા સાથે સખદ મીલન કરાવેલ

પોલીસ સ્ટાફ ના માણસો વાંકાનેર શહેર વિસ્તાર માં SHE TEAM ને લગતી કામગીરી હતા તે દરમ્યાન વાંકાનેર શહેર માં ધર્મચોક પાસે થી આશરે ૩ વર્ષ ની એક બાળકી રડતી હાલત માં મળી આવેલ જેથી SHE TEAM ના ઇન્ચાર્જ એ.એસ.આઇ એચ.ટી મડીયા એ મજકુર બાળકી ના વાલીવારસ અંગે આજુ બાજુ તપાસ કરેલ પરંતુ કોઈ મળી આવેલ નહી જેથી પોલીસ સ્ટાફ ના માણસો એ મજકુર બાળકીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકી ને તેનુ નામ પુછતા મેરીસ હોવાનુ જણાવેલ

તેમજ માતા-પિતા ના નામ કે સરનામા બાબતે કોઈ સ્પષ્ટ રીતે ખબર પડતી ન હોય જેથી મજકુર બાળકી પોલીસ સ્ટેશન નાસ્તો કરાવી પોલીસ સ્ટાફ ના માણસો એ મજકુર બાળકી ના વાલીવારસ અંગે શોધખોળ કરતા બાળકી ની માતા મોહસીનાબેન વા/ઓ. મકસુરભાઇ ભોણીયા જાતે મુસ્લીમ રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર જી મોરબી મળી આવતા ખોવાયેલ બાળકી ને તેના માતા સાથે સુખદ મીલન કરાવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ના SHE TEAM ના સભ્યો સરાહનીય કામગીરી કરેલ છે

સદરહું કામગીરીમાં SHE TEAM ઇન્ચાર્જ એ.એસ.આઈ એચ.ટી મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ શકતિસિંહ જનકસિંહ જાડેજા તથા મહીલા પોલીસ કોન્સ રેશ્માબેન મહંમઈકબાલભાઇ વિગેરે સ્ટાફ ના માણસો જોડાયેલ હતા.