મહેન્દ્રનગર, રામેશ્વર હાઇટસ ખાતેથી રૂ.૨૨,૦૦,૦૦૦/- ની રકમ માટે બિલ્ડરના થયેલ અપહરણ અંગેના ગુનાનો ભેદ ઉકેલી બે મહીલા તથા ચાર પુરૂષો સહીત કુલ છ આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડતી મોરબી એલ.સી.બી.
ગઇ તા.૦૮/૧૨/૨૦૨૧ ના બપોરના ૧૪/૦૦ વાગ્યાના અરસામાં મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના મહેન્દ્રનગર રામધન આશ્રમ સામે આવેલ રામેશ્વર હાઇટસ ખાતે ફરીયાદી શ્રી રામજીભાઇ હરીભાઇ પરેચા રહે. મોરબી રવાપરરોડ વાળાનું અપહરણ થયેલ અને તેની પાસેથી રૂ. ૨૨,૦૦,૦૦૦/- ફોટા વાયરલ નહી કરવાના અને જીવતા જવા દેવા બદલ પડાવેલ જે આરોપીઓએ ફરીથી ફરીયાદીને ફોન કરી ધાકધમકી આપી પૈસા પડાવવાનો કારશો કરતા હોય જે બાબતે ફરીયાદીશ્રીએ મોરબી એલ.સી.બી.નો સંપર્ક સાધતા આ બાબતે મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૩૩૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૬૪એ, ૩૮૬,૩૮૭,૩૨૩,૫૦૬(૨) ૧૨૦બી, ૩૪ મુજબનો ગુનો રજી. કરી આગળની તપાસ મોરબી એલ.સી.બી.એ સંભાળેલ હતી.
આ કામના આરોપીઓએ એકબીજા સાથે મળી પૂર્વ આયોજીત કાવતરૂ કરેલ હોય જેમાં ફરીયાદીને આરોપી ગીતાબેન ઉર્ફે રીન્કુબેન વ્યાસ તથા ઉષાબેન પટેલ એમ બન્ને ફ્લેટ વેચાણ રાખવા સારૂ બાનુ આપવા આવેલ અને તેઓની સાથે ફરીયાદી વાતચિત કરતા હતા તે દરમ્યાન બે આરોપી દેવાભાઇ તથા લાલાભાઇ એકદમ જ ત્યાં આવી ફરીયાદીને તમો બધા અહીં શું ધંધા કરો છો તેની અમને ખબર છે તેમ કહી મહીલા આરોપી ઉષાબેનને ફરીયાદીનો કાઠલો પકડવાનું કહેતા ઉષાબેને ફરીયાદીનો કાઠલો પકડતા બીજા આરોપીએ તેના મોબાઇલ ફોનથી ફોટા પાડી લીધેલ અને ફરીયાદીને જાનથી મારી નાખવાની તથા પાડેલ ફોટા વાયરલ કરી નાખવાની ધમકી આપી
ચારેય આરોપીઓએ ફરીયાદીનું તેની જ ગાડી માં અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ જઇ ગાડી સાથે ફરીયાદીને જીવતા સળગાવી દેવાની તથા ફોટા વાયરલ કરવાની ધમકી આપેલ અને જો તેમ ન કરવુ હોય તો રૂ. એક કરોડ આપવા પડશે તેમ ધમકી આપતા ફરીયાદીએ પોતાના પરીચિત દિલીપભાઇ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ વાળાને પોતાની પાસે ફોન કરી બોલાવતા મુખ્ય આરોપી દિલીપભાઇ મિસ્ત્રી તથા અંકિત ઉર્ફે ગટુ અમે બન્ને ફરીયાદી પાસે મારૂતી ઇકો ગાડી લઇને ગયેલ અને ત્યાં આગળ આરોપીઓ સાથે મળી ગોઠવણ મુજબ રૂ. ૨૨,૦૦,૦૦૦/- માં સમાધાન કરવાનું નક્કિ કરી પડાવી લીધેલ હોય
જેથી આ કામે પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબએ તુર્તજ મોરબી એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપતા એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ. એમ.આર.ગોઢાણીયા તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી,એન.એચ.ચુડાસમાએ તાત્કાલીક બનાવની ગંભીરતાને ધ્યાન લઇ માણસોને જરૂરી સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડી સંડોવાયેલ આરોપીને હસ્તગત કરવા સારૂ રાજકોટ, વ્યારા,મધ્યપ્રદેશ રાજયના ઓમકારેશ્વર ખાતે ટીમો મોકલી તમામ આરોપીઓને ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં સફળતા મળેલ છે. અને મુદામાલ રીકવર કરવાની તથા આગળની તપાસ ચાલુ છે.
પકડાયેલ આરોપીઓ તથા તેઓની ભુમીકા (1) દિલીપભાઇ ઉર્ફે કીરીટભાઇ કાંતીલાલ વડગામા મુખ્ય કાવતરાખોર, (2) પ્રશાંતભાઇ ઉર્ફે લાલો સ./ઓ. પ્રવિણભાઇ જીવાભાઇ રેણુકા ડરાવી ધમકાવી અપહરણ કરી લઇ જનાર, (૩) અનીલભાઇ ઉર્ફે દેવાભાઇ સઓ વીનુભાઇ ગોવિંદભાઇ બોરાણા ડરાવી ધમકાવી અપહરણ કરી લઇ જનાર
(4) અંકીત ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા/આહીરા સામાધાન કરવા જનાર (5) ગીતાબેન ઉર્ફે રીન્કુ વા./ઓ. અંકીત ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા/આહીરા ફલેટ ખરીદ કરવા જનાર (6) ઉષાબેન વા./ઓ. સંજયભાઇ કાશીરામદાસ પટેલ ફરીયાદીનો કાઠલો પકડી ફોટો પડાવનાર
કામગીરી કરનારઃ અધિકારી/પોલીસ કર્મચારીઓ પોલીસ ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, PSI એન.બીડાભી, એન.એચ.ચુડાસમા, એડી.જાડેજા, ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પોલાભાઇ ખાંભરા, HC સુરેશભાઇ હુંબલ, દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા,રામભાઇ મંઢ, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા,
સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, ફુલીબેન તરાર, દશરથસિંહ ચાવડા તથા PC દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા વિક્રમભાઇ ફુગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા,બ્રિજેશ કાસુન્દ્રા, નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા, બકુલભાઇ કાસુન્દ્રા છે.