હળવદ ખાતે ‘નારી સંમેલન’ યોજાયું

વિશાલ જયસ્વાલ દ્વારા : મહિલા સશક્તિકરણ અને નારી અદાલતોની સમજ તેમજ મહિલા ઉપયોગી યોજનાઓની માહિતી આપવામાં આવી

હળવદની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે નારી સંમેલન યોજાયું હતું જેમાં નારી અદાલતોની સમજ અને મહિલા સશક્તિકરણ, મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખની અદ્યક્ષતામા યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમમા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે હળવદમાં બ્રાહ્મણની ભોજન શાળા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, સરોજબેન ડાંગરોચા, હંસાબેન પારઘી, બકુબેન પઢીયાર,વલ્લભભાઈ પટેલ, રવજીભાઈ દલવાડી, મેરાભાઈ વિઠ્લાપરા,સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ખાસ કરીને આ સંમેલનની અંદર નારી અદાલતમાં થતી કામગીરીની વિશેષ માહિતી તેમજ સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અમલમાં મુકવામાં આવેલ જુદી જુદી યોજનાઓ અને સરકારી કાયદાઓ વિશેની માહિતી કાર્યક્રમની અંદર હાજર રહેલા મહિલાઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.