આર્ય સમાજના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્વ. હસમુખભાઈ પરમાર દ્વારા શહીદ દિનના રોજ આઝાદીના ઘડવૈયા તથા આઝાદીની વર્તમાન લડતમાં પોતાનું બલિદાન આપનારા અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા મશાલ રેલી યોજવાનો પ્રારંભ કરાયેલ. દર વર્ષે જુદા જુદા વિસ્તારોમાંથી મશાલ રેલીનો પ્રારંભ કરાય છે. આ વર્ષે મશાલ રેલીનો પ્રારંભ શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ખાતેથી કરાશે.
છેલ્લા આઠ વર્ષથી શહીદ દિને મશાલ રેલી યોજાય છે. આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રના અમર શહીદ ક્રાંતિકારી વીર ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ એ શહીદી વહોરી આઝાદી માટે પોતાનું બલિદાન આપેલ.આ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પવા શહીદ દિન ઉજવાય છે .
આ મશાલ રેલીમાં આર્ય સમાજ ટંકારાના કાર્યકરો આર્યવીરદળ ના યુવાનો, આર્ય વીરાંગનાઓ મશાલો સાથે જોડાશે. રેલીને આર્ય જગતના વિદ્વાન આચાર્ય નરેશજી અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રસ્થાન કરાવશે.
આ મશાલ રેલી મહર્ષિ દયાનંદ ચોક ઘેટીયાવાસ લો વાસ મેઈન બજાર દેરીનાકા રોડ, લક્ષ્મીનારાયણ સોસાયટી વિસ્તારમાં ફરશે આર્ય સમાજ ત્રણ હાટડી ખાતે મશાલ રેલી નું સમાપન થશે.આર્ય સમાજના દેવકુમાર આર્ય આર્યુવેદના યુવાનો દ્વારા લોકોને, યુવાનોને મશાલ રેલીમાં જોડાવા જણાવેલ છે.