શ્રીજી એજન્સી જાણ કરવામાં આવે છે કે, મ્યુ.જા.નં. ૨૪૭ તા. ૦૩/૦૫/૨૦૧૮થી ટેન્ડર પ્રક્રિયા કરી તમોને ૩ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ. જે કોન્ટ્રાક્ટ ૪૨૦૨૧ ના રોજ પૂરો થયેલ હતો અને ત્યાર બાદ એક વર્ષ માટે એટલે કે, ૩૦/૦૪/૨૦૨૨ સુધી લંબાવેલ છે. પરંતુ વારંવાર લોકોની ફરિયાદ તથા એજન્સીના અનિયમિત કામના કારણે એજન્સીનો હાલનો તમારો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે છે.
તેથી તાત્કાલિક અસરથી નગરપાલિકાના તમામ વાહન જે સ્થિતિમાં એજન્સીને આપેલ તે સ્થિતિમાં દિવસ ૨ માં નગરપાલિકાને પરત કરવા જાણ કરવામાં આવે છે. હવે પછીથી ડોર ટુ ડોરની તમામ કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવું મોરબી પાલિકા ચીફ ઓફિસરે તેમની યાદીમાં જણાવ્યું છે