મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની B.Com Sem-3 માં યુનિવર્સીટી ફર્સ્ટ 

વિધાર્થીના શૈક્ષણિક ઉત્કર્ષ ની સાથે ચરિત્ર નિર્માણની બાબતમાં હરહમેશ કાર્યરત રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજ જેની વિધાર્થીની સોનાગ્રા જસવંતી માલાભાઈ એ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-3 નાં પરિણામમાં ૮૭.૧૪ % મેળવીને સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને અભૂતપૂર્વ કહી શકાય તેવી સિદ્ધિ મેળવી ને કોલેજનું , પરિવારનું તેમજ સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે, આ ઉપરાંત આજ કોલેજની વિદ્યાર્થીની કોટેચા હેલી પરાગભાઈ એ મોરબી જિલ્લામાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

આ વિધાર્થીની સોનાગ્રા જસવંતી માલાભાઈએ COST ACCOUNTING વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. આમ મોરબી જીલ્લા પ્રથમ અને દ્વિતીય બંને ક્રમે પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ રહી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ધો.૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો હોય તો પણ જો યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન તેમજ પધ્ધતિસર ની તૈયારી કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાંથી આવતા વિધાર્થીઓ પણ આવી ઉચ્તમ સફળતા પ્રાપ્ત કરી શકે છે. જે બાબત પી.જી.પટેલ કોલેજે પોતાના જ્વલંત પરિણામ દ્વારા યથાર્થ સાબિત કરી બતાવી છે.

આ તકે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા પી.જી.પટેલ કોલેજના સમગ્ર સ્ટાફગણે સોનાગ્રા જસવંતીએ મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ આપી હતી.