ટંકારા : ખેડૂતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા સમાધાનનું કહી ફરિયાદ પાછી ખેંચ્યા બાદ ફરી કબ્જો કરી લીધો

ટંકારા તાલુકાના સજનપર ઘુનડા ગામે ખેડૂતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા સમાધાનનું કહી ફરિયાદ પાછી ખેંચ્યા બાદ ફરી કબ્જો કરી લીધો ! ખેડૂતના ન્યાય માટે ફાંફાં !!

સજનપર ઘુ.ના ખેડૂત વિજયસિંહ જાડેજા જો પોતાની જમીન પર જાય તો મહિલાઓ મોકલી ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાની એસપી કલેક્ટર ને લેખિત ફરિયાદ : ફરિયાદ ન થાય એ માટે સમાધાન કરી કાગળ પર કબ્જો ખાલી કરી ફરી ઘઉં જીરૂ વાવી દીધા : રાજકીય આગેવાનો સાથ આપતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ : પ્રૌઢ દ્વારા બીજી વખત લેન્ડ ગેબ્રીગ હેઠળ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી : ખેડૂતે અને સમાજના આગેવાનોએ પોલીસ રક્ષણ સાથે ખેડૂતને કબ્જો અપાવવા માંગ કરી

મોરબી જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ છેલ્લા કેટલાક સમયમાં અનેક ફરિયાદ થઈ અને ઘણા લોકોને ન્યાય મળ્યો છે ત્યારે મોરબી ના ટંકારા તાલુકાના સજનપર ઘુ.ગામે અનોખી રાવ જીલ્લા પોલીસ વડા અને ને જીલ્લા કલેક્ટરને કરાઈ છે જેમાં સજનપર ઘુ.ગામના ખેડૂત વિજયસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા એ પોતાના સર્વે ન.૭૮૦/૮ ની ત્રણ એકર જમીનમાં ઘુનડા ગામના જ પ્રાગજી ડાયાભાઈ ભીમાણી, ચીમનભાઈ ડાયાભાઈ ભીમાણી દ્વારા ગેરકાયદેસર પેશ કદમી કરી અને કબજો કરેલ હતો જેમાં અરજદાર વિજયસિંહ જાડેજાએ ગત તા. ૦૫/૦૪/૨૦૨૧ ના રોજ પ્રાગજીભાઈ ડાયાભાઈ ભીમાણી અને ચીમનભાઈ ડાયાભાઈ ભીમાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતાં ડિઆઈએલઆરની માપણી કરાઈ હતી જેમાં ઉપરોક્ત ઈસમોએ ગેરકાયદેસર દબાણ કર્યાનું સાબિત થતા તેઓ આ કાયદાથી જાણકાર હોય રાજકીય વગ ધરાવતાં હોય જે તે સમયે લેન્ડ ગ્રેબિંગનો ગુનો ન નોંધાય એ હેતુથી કબજો ખાલી કરી દેવા સમાધાન ના ભાગરૂપે તૈયાર થયા હતા

જો કે આ બાદ ફરી ઘઉં અને જીરૂ વાવી યેન ક્યેન પ્રકારે તેઓનો કબજો જાળવી રાખી ફરી ગેરકાયદેસર પેશકદમી કરી હતી જેથી વર્ષ 2022 ના જાન્યુઆરી મહિનામાં ફરી ફરિયાદી વિજયસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા સીપીઆઇ ને તપાસ સોંપાઈ હતી જેમાં સીપીઆઈ એ સ્થળ તપાસમાં પ્રાગજી ભાઈ ડાયાભાઈ ભીમાણી આજે ચીમનભાઈ ડાયાભાઈ ભીમાણી એ ગેરકાયદેસર કબ્જો હોવાનું સાબિત થયું હતું અને ફરી ડીઆઈએલઆર માં માપણી કરાઈ હતી જેમાં આ ગેરકાયદે પેશકદમી સાબિત થઈ હતી જે બાદ પોલીસે ગુનાની ગંભીરતા સમજાવતા ઈસમોએ વાવણી ઉપાડી લીધી હતી અને આ ઈસમો દ્વારા બનાવેલ ઓરડીઓ હજુ અમારી જમીનમાં ઉભી કરી ગેરકાયદે કબ્જાનું પીઠું નાખેલ છે

જ્યારે અમે અમારી જમીન પર જઈએ ત્યારે ઉપરોક્ત ઈસમો માથાભારે અને જનુની સ્વભાવ ના હોય ધારીયા તલવારો જેવા તીક્ષણ હથિયારો વડે હુમલો કરવાની પેરવી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને મહિલાઓને મોકલીને છેડતીના ગુનામાં ફીટ કરી દેવાની ધમકીઓ આપે છે અને મહિલાઓ અમને ઉશ્કેરવા માટે બીભત્સ અપશબ્દો બોલે છે ત્યારે ફરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવા વિજયસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજાએ ટંકારા પોલીસમથકમાં લેખિત ફરિયાદ આપી જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસવડા,પ્રાંત અધિકારી, ગ્રુહમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કબ્જો કરનાર ઈસમો કાયદાની આંટી ઘૂંટીનો દુરુપયોગ કરી મહિલાઓને ઢાલ બનાવી જમીન પચાવવાનું ષડયંત્ર ઘડતા હોવાની ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અનેક અરજદારને ન્યાય મળ્યો છે ત્યારે સમાધાનના ભાવે ફરિયાદ પાછી ખેંચાવી પ્રૌઢ શીશા માં ઉતારી ગામના જ ઈસમોએ ફરી કબ્જો કરી લેતા પ્રૌઢ લાચાર બન્યા છે અને જો આગામી સમયમાં તેઓને યોગ્ય ન્યાય નહિ મળે તો ગાંધીનગર જઈને અનશન કરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ મામલે ખેડૂતને ન્યાય મળે અને યોગ્ય કાર્યવાહી થાય એ માટે મોરબી રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેનાને પણ જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને લેખિત અરજી આપી રજુઆત કરી યોગ્ય પોલીસ રક્ષણ સાથે ખેડૂતોને કબ્જો અપાવવા જીલ્લા કલેક્ટર પાસે માગ કરી હતી.