ગેસના મુદ્દે સીરામીક ઉદ્યોગકારોમાં આક્રોશ મોરબીમાં સતત ગેસનાં ભાવમાં ભાવ વધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા ૨૦ ટકા ગેસ કાપથી સિરામિક ઉધોગની સ્થિતિ દયનીય બની
મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસ લીમીટેડને રજૂઆત કરી જણાવ્યું છે કે ગેસ કંપની દ્વારા જે MGO થાય છે તે MGO એપ્રિલ મહિના માટે એક જ ફિક્સ ભાવથી ૧૦૦ ટકા MGO કરી આપશો અને તેની જાણ કરશો બાદમાં જ સિરામિક એસોના મેમ્બરો MGO કરશે અગાઉ જે લેટર આપેલ તેનો આજ સુધી જવાબ આપ્યો નથી જેથી તાત્કાલિક જવાબ આપવા અને પુરતો ગેસ આપવા માંગ કરવામાં આવી