ભારતી વિદ્યાલય શાળામાં મહિલા સશક્તિકરણનો સેમિનાર યોજાયો

ભારતી વિધાલય શાળામાં મોરબી – ૨ વિસ્તારમાં આવેલ B ડિવિઝન થી આવેલ સી ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને મહિલા સશક્તિકરણ અંતર્ગત સેમિનાર યોજાયેલ કે જેમાં સી ટીમ માંથી કીર્તિસિંહ જાડેજા, વનીતાબેન અને પ્રભાબેન આવેલ. જેમણે શાળાની વિદ્યાર્થીનીઓને મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપી તેમજ મહિલાઓના રક્ષણ માટે હેલ્પલાઈન નંબર : 181 ની પણ વિશેષ માહિતી આપી.

કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષિકા બહેનો તેમજ શાળા સંચાલક વિવેકભાઈ મહેતા એ વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નો સાંભળ્યા અને તેમનું નિવારણ પણ આપેલ ને કાર્યક્રમને સફળ બનાવેલ.