ભારત સરકારના Skill Hub Initiative (SHI) નામના પ્રોજેકટ અંતર્ગત MSDE/NSDC ના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે National Skill Qualification Framework (NSQF) કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટુંકા ગાળાના વ્યવસાય શરુ કરવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે શરુ કરવાના થતા વ્યવસાય ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ–૫ પાસ, વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કોમ્પ્યુટર) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ–૧૦ પાસ અને વ્યવસાયનો સમય ગાળો ૪૦૦ કલાક છે.
આ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવેલ છે. વ્યવસાયોમાં તાલીમ મેળવવા માટે સરકારશ્રી દ્વારા ટ્યુશન ફી નિશુલ્ક નિયત કરવામાં આવેલ છે. જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયોમાં તાલીમ લેવા ખાસ અનુરોધ કરવામા આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (વ્યવસાયની પ્રવેશ શૈક્ષણીક લાયકાત અનુસાર), જાતીનુ પ્રમાણપત્ર,BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો), આધારકાર્ડની નકલ સાથે લાવવાની રહેશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો તેમજ ૯૩૨૫૯ ૫૪૦૨૨, ૮૩૨૦૧૬ ૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા આચાર્ય, ઔધોગીક તાલીમ સંસ્થા, મોરબી દ્વારા જણાવેલ છે.