કોંગ્રેસ રાંધણ ગેસમાં 50 રૂપિયા નો રેકોર્ડ તોડ વધારો આવતા સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચના અનુસાર ઓલ ઈન્ડિયા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજયસિંઘ યાદવ ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ના ચેરમેન રાજુભાઈ આહીર ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મોરબી જીલ્લાના હોદ્દેદારો ની સમીક્ષા મીટીંગ મળેલ તેમજ સાથો સાથ રાંધણ ગેસમાં 50 રૂપિયા નો રેકોર્ડ તોડ વધારો આવતા આમ જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર નાખતા સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો

આ તકે જીલ્લાના હોદ્દેદારો માં હાજરી આપેલ સભ્યોની યાદી જિલ્લા પ્રમુખ ઓબીસી રાજુભાઈ આહીર, જીલ્લા મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ કુંભારવાડિયા, જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ ભરવાડ, જિલ્લા મંત્રી હિતેશભાઈ કુંભરવાડીયા, જીલ્લા મહામંત્રી મુકેશભાઈ વિગોરા, મંત્રી રહીમભાઈ બુખારી, જીલ્લા મહામંત્રી ગીરીશભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી હરજીવનભાઈ પરમાર, શહેર મંત્રી મનસુખ ડાભી, શહેર પ્રમુખ મકવાણા ગણેશભાઇ ચૌહાણ, હળવદ ના મહામંત્રી ભરતભાઇ કણજારીયા, જિલ્લા કોંગ્રેસ જનરલ મહામંત્રી રમેશભાઈ જારીયા ઉપસ્થિત હતાં