મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓ જેવા કે પ્રોહીબીશન, આર્મ્સ એકટના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જે.બી.પટેલ સાહેબ જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ બે ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમો ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય આ ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી નીચે જણાવેલ બન્ને ગુનેગારોને પાસા અધિનિયમ તળે પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત તથા જીલ્લા જેલ પોરબંદર હવાલે કરવામાં આવેલ છે.
સામાવાળાના નામ સરનામા પ્રકાર (૧) યશપાલસિંહ ઘનુભા જાડેજા બુટલેગર (૨) સમીરભાઇ આદમભાઇ દલપોત્રા બુટલેગર આમ ઘણા લાંબા સમયથી મોરબી જીલ્લામાં ઉપરોકત ઇસમો ગે.કા.રીતે પ્રતિબંધીત અંગ્રેજી દારૂનો જથ્થો પરપ્રાંત માંથી લાવી તેનું વેચાણ કરતા હોય તેમજ આર્મ્સ એકટના ગુના આચરતા હોય જેઓને પાસા તળે પકડી અલગ અલગ જેલ હવાલે કરવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.