મોરબી : પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે

આગામી સોમવાર અને મંગળવારે 28/29 માર્ચ બે દિવસ AIPEU યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલ માં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસ નાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે અમારી પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે 18 મહિના નું એરીયર્સ બાકી છે તે આપે તેમજ ફીનાકલ સર્વર નો પ્રોબ્લેમ દુર કરે જીડીએસ માટે કમલેશચંદ્ર કમીટી ના રીપોર્ટ મુજબ ની માંગણી ઓ સ્વીકારે

આગામી બે દિવસ પુરા ભારત ના પોસ્ટ કર્મચારી ઓ હડતાલ ઉપર જાય છે ત્યારે મોરબી એમડીજી સહિત ની તમામ એસ.ઓ. અને ગામડાની બી.ઓ. ના તમામ કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે આગામી સોમવારે સવાર ના 8-30 વાગ્યે ધરણાં તેમજ સુત્રોચારનો કાર્યક્રમ પણ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં રાખેલ