પોલીસ અધિક્ષકમોરબી પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ફેમીલી કોર્ટ રાજકોટના ફો.પ.અ.નં.૮૭૨/૨૦૧૯ ના કામે રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કૈદી જગદીશ માધુભાઇ શ્રીમાળી મોડપરને તા.૦૭/૧૧/૨૦ થી તા.૦૧/૦૧/૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુકત કરવામા આવેલ હોય
જે કેદીને તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોયજે પાકા કામના કેદીને રાજકોટ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સેફ્રરોન ગેસ વેલ્ડીંગ કારખાનામાંથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એન.એચ.ચુડાસમા પોસબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, પો.હેડ.કોન્સ. રામભાઇ મંઢ, વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.