મોરબી : માતૃ વંદના ટ્રષ્ટ દ્વારા ઈન્ડિયા સે ભારત કી ઓર કાર્યક્રમ યોજાયો

મીરબીના આલાપ પાર્કમાં અંજલી બેન આર્યજીનો એક શામ અમર શહીદો કે નામ યોજાયો

મધ્યપ્રદેશના સામલી જિલ્લામાં માતા નિર્મલા દેવી અને પિતા ધનિરામ ધીમાનના ઘરે જન્મેલા અંજલીબેન આર્ય કે જેઓ વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે અવિવાહિત રહી દેશ અને દુનિયામાં ભજનાવલી સાથે,દેશભક્તિના ગીતો સાથે આર્ય સંસ્કૃતિ,સનાતન હિન્દૂ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, એવા વિરલ વિભૂતિએ આલાપ પાર્કમાં રાત્રે ખુબજ બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં તાલ અને લય સાથે લોકોને વૈદિક સંસ્કૃતિનો મહિમા ગાયો હતો, ક્રાંતિવિરોના જીવન કવન વિશે વાતો કરી શહીદવિરોની શહાદતને યાદ કરી હતી.

અભિમન્યુ અને સુભદ્રાની વાતો દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન માતાના ખાન પાન કેવા હોવા જોઈએ?એના વિશે વાતો કરી હતી,બીડી,ગુડકા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે ઉદાહરણ સાથે વાતો કરી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી,ગુરુ નાનક,છત્રપતિ શિવાજી મહારાજ રાણા પ્રતાપ,રામ અને ક્રિષ્નની વાતોના માધ્યમથી ચિત્ર નહીં પણ ચરિત્ર નિમાર્ણ વિશે વાતો કરી હતી, કાર્યક્રમની શરૂઆત ભારતમાતાની આરતીથી કરવામાં આવી હતી,અંજલીબેન આર્યનું સ્વાગત સન્માન નિમિષાબેન ભીમાણી,દુર્ગાબેન વામજા, અલ્પાબેન ઘોડાસરા, પ્રફુલ્લાબેન રૂપાલા મનીષાબેન અગોલા, કૃપાબેન દેસાઈ વગેરેએ કર્યું હતું.

આલાપ પાર્કના પ્રમુખ અરવિંદભાઈ વામજા મંત્રી રામજીભાઈ વિડજા અને જીતુભાઈ રૂપાલા રાજેશભાઈ ભીમાણી વગેરે કમિટી મેમ્બર ભારે જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.