મોરબી જિલ્લા ખેલ મહાકુંભ અંતર્ગત લોન ટેનિસ સ્પર્ધાનો શુભારંભ

યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર મોરબી જિલ્લા રમતગમત અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 11 મો ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન તારીખ 25, 3, 2022 ને શુક્રવારના રોજ યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી દ્વારા રવાપર ના સરપંચ નીતિનભાઈ ના મુખ્ય મહેમાન પદે અને યુનિક સ્પોર્ટ્સ એકેડમી ના સંચાલકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું સ્થળ સંચાલક તરીકે કિરીટભાઈ દેકાવડીયા દ્વારા કરવામાં આવ્યું રેફરી તરીકે પરિમલભાઈ સાંગાણી રાજકોટની ટીમ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવામાં આવ્યો

આ કાર્યક્રમનું ઓપનિંગ ભારતીય સંસ્કૃતિ મુજબ નારિયેળ ફોડીને કરવામાં આવ્યું સાથે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા રમતવીરોને લીંબુ શરબત અને પફનો નાસ્તો યુનિક સ્પોર્ટ્સ એકેડમી તરફથી કરાવવામાં આવ્યો નાસ્તા અને સરબત ના વિતરણ અને બનાવવા માં એકેડમીના તમામ ભાગીદારો એ જહેમત ઉઠાવી વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સાથે પાટીદાર ધામ મોરબી દ્વારા એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી

જહેમંત ઉઠાવનાર વિમલભાઈ, કેવિનભાઈ અનિલભાઈ, નરેન્દ્રભાઈ, ચેતનભાઈ, દેવરાજભાઈ, રામજીભાઈ, ઘનશ્યામભાઈ, જયદીપભાઈ, ઉત્સવભાઈ, મયુરભાઈ, શૈલેષભાઈ તમામ આયોજકોનો આ તકે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ખુબ ખુબ આભાર માન્યો