સરા રોડ પર સ્ટ્રીટ લાઈટ નું કામ રોકેટ ગતિએ શરૂ, ૫-૬ દિવસ મા કામ પૂરું થાય એવા અમારા પ્રયત્નો – હાજર કર્મચારી
વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ સરા રોડ દિવસે દિવસે વિકસિત બની રહ્યો છે તેવામાં સરા રોડ ને થોડા સમય પહેલા જ નવો બનવવામાં આવ્યો હતો ત્યારે બાદ ડીવાઈડર નાખવામાં આવ્યા અને તેમાં સ્ટ્રીટ લાઈટ ના થાંભલા નાખવાનું કામ શરૂ કરવાનું હતું જેનું કામ ગોકળ ગતિએ ચાલતું હતું ત્યારે બાદ મીડિયામાં તંત્રની ગોકળગતિએ ચાલતી કામગીરી નો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર દોડતું થઈ ગયું
ગુરુવારે તંત્ર દ્વારા રોકેટ ગતિએ સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હાજર ના કર્મચારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છ થી સાત દિવસની અંદર જ કામ પૂર્ણ થાય તેવા અમારા પ્રયત્નો રહેશે તેવું જણાવ્યું હતું હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે કે પછી ગોકળ ગતિએ કામગીરી થશે કે પછી લોકોને જલ્દીથી સુવિધા મળશે