મોરબી જિલ્લાના ટંકારા ગામ ખાતે ગામ પંચાયતની હદમાં આવેલા દ્વારકાધીશ સોસાયટી માં વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા અંતર્ગત તાજેતરમાં જ પ્રજાહિત કામગીરી અંતર્ગત ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરાયું છે જે અંગેની જાણવા મળતી વિગત અનુસાર ટંકારા ગામ પંચાયતના ગટર અને પાણી ના ચેરમેન દામજીભાઈ ધેટીયા તેમજ મહિલા ઉપ સરપંચ મતી નિર્મલા બેન હેમંતભાઈ ચાવડા સહીત સામાજિક ન્યાય સમિતિના સદસ્ય સોનલબેન બારૈયા, ગીતાબેન ચૌહાણ વગેરે અગ્રણીઓ આગેવાનો અને ગ્રામ પંચાયતની બોડી ના ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત સ્થાનિક લોકોની હાજરી મોટી સંખ્યામાં જોવા મળી હતી
વર્ષોથી વિકાસ ઝંખતા આ પછાત વિસ્તાર મા નવનિયુકત સરપંચ ની ટીમ દ્વારા પ્રજાલક્ષી વિકાસ કાર્યને હાથ ધરી વાંક વિસ્તારમાં આશરે ૧૫૦ જેટલા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યાં સત્વરે પીવાનું પાણી તેમજ ગટર તેમજ ભૂગર્ભ ગટર ની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેમ પાયાની પ્રાથમિક સુવિધાની શરૂઆત કરેલ છે જે કાર્યક્રમમાં ગ્રામ પંચાયતની નવનિયુકત ટીમે વિકાસના કાર્યને વેગ આપવામાં આવ્યું હતું એમ એક અખબારી યાદીમાં હેમંતભાઈ ચાવડાએ જણાવ્યું છે