મોરબી :  સ્વાધીનતાનાં અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય રંગારંગ કાર્યક્રમ “હમ કરે રાષ્ટ્ર આરાધન” યોજાયો

મોરબી શ્રી સરસ્વતી શીશુમંદિર શિક્ષણની સાથે સાથે સાથે સંસ્કાર, શિસ્ત, શિસ્ત, સેવા, શિસ્ત, સેવા, સ્વાવલંબન, સમર્પણ, રાષ્ટ્રભક્તિ અને પર્યાવરણ પ્રેમ પણ શિખડાવે છે. ભારત અનેક વર્ષોની પરતંત્રતા પછી 15 ઓગ્સ્ટ 1947 માં સ્વતંત્ર થયું. સ્વતંત્ર થવા માટે ભારતે સંઘર્ષ,પરાક્રમ,બલીદાનતથા જીવના નર્ક જેવા અત્યાચાર સહન કરવા પડ્યા. ન ભૂલી શકાય તેવો સ્વાધીનતાના સંઘર્ષનો ઇતિહાસ આપણે પેઢી દર પેઢી હસ્તાંતરિત કરી આ સ્વતંત્રતાનું મૂલ્ય સમાજને સમયે સમયે યાદ આપવું પડે આ સ્વતંત્રતાના સંઘર્ષમાં સમાજનો દરેક વર્ગ, જ્ઞાતિ, જાતિ સંપ્રદાય, વૃધ્ધો, બાળકો, યુવાનો, સ્ત્રીઓએ ભાગ લઈ આપના માટે સુખનો માર્ગ પ્રશસ્ત કર્યો છે

વર્તમાનમાં સ્વાધીનતાનું 75મું વર્ષ ચાલી રહ્યું છે. પૂરા દેશમાં “સ્વાધીનતાનો અમૃત મહોત્સવ “ ઉજવાઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા મોરબીનું શિશુમંદિર કેમ પાછળ રહે ? દિ.26 માર્ચ 2022 શનિવારે રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન શનાળાની પટેલ સમાજ વાડીમાં “હમ કરે રાષ્ટ્ર આરાધન “ થીમ પર 467 વિધ્યાર્થીઓએ જુદી જુદી 17 કૃતિઓ તૈયાર કરી મંચ પર પ્રસ્તુત કરી આમાં નાટક,અભિનય,ગીતો,ગરબા,બાલશહીદી પર એક પત્રિય અભિનય સાહસિક જેવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી  ઉપસ્થિત વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી.“ખુદ્બ લડી મરદાની વો તો ઝાસિવાલી રાની થી”,”હો જાઓ તૈયાર સાથીઓ”,”કર કર ખમ ખમ”, નવ ચૈતન્ય હિલોરે લેતા “ તથા “હમ કરે રાષ્ટ્ર આરાધન” જેવા અભિનય ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવ્યું.રઘુનાથ પાંડુરંગ ,શંભુ નારાયણ , ઉરી પુલવામા , વિરભૂમિ જેવા નાટકોએ શહીદોની યાદને તાજી કરાવી.

બાળશહીદોના એક પાત્રિય અભિનયે વિધ્યાર્થીઓ તથા વાલીઓમાં પરાક્રમ અને સાહસનો સંચાર કર્યો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્ધરેલ વિદ્યાભારતી પૂર્વ કચ્છના અધ્યક્ષ ડો.કેશુભાઈ મોરસનીયાએ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ-ગુલામીના કાલખંડનો સંઘર્ષ તથા સ્વતંત્ર ભારત વિષે વિસ્તૃત છણાવટ કરી. વર્તમાનમાં સારું રાષ્ટ્રીય દાયિત્વ તેની પણ સુંદર તથા અસરકાક વાતો કરી. મોરબી જિલ્લા એસ.પી. સુબોધભાઈ ઓડેદરાએ શુભેચ્છા આપી.

અતિથિ વિશેષ તરીકે પધારેલા જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકીએ કહ્યું કે આવા શિશુમંદિર શિક્ષણ જગત સમાજ તથા રાષ્ટ્રના ઘરેણાં સમાન છે. મોરબી જિલ્લા ભા.જ.પ. પ્રમુખ દુર્લભજીભાઈની લાગણી હતી કે આવા બાળકોજ વડાપ્રધાનના સપના ને સાકર કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 જેટલા વાલીઓએ બેઠક વયવસ્થા, સહેજ સુશોભન, સાહિત્ય વેંચાણ, અલ્પાહાર,પાર્કિંગ,પાણી તથા અતિથિ વ્યવસ્થા સંભાળી વિધ્યાલય તથા વાલી પરિવારભાવથી રહે છે. તે વિચારને મૂર્તિમંત કર્યો.વિશાળ સંખ્યામાં વાલીઓ તથા સમાજના રાષ્ટ્રપ્રેમી લોકોએ કાર્યક્રમમાં હજાર રહી કાર્યક્રમને માણ્યો.

જુદી-જુદી  શિક્ષણ સંસ્થાના કાર્યકર્તાઓએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.પત્રકારો તથા ન્યૂઝ ચેનલોએ પણ હાજર રહી કાર્યક્રમને પૂરતું કવરેજ આપ્યું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પશ્ચિમક્ષેત્રના મા.સંઘસંચાલક ડો.જયંતિભાઈ ભાડેસીયા તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ટ્રસ્ટનાં પ્રમુખ બાબુભાઇ અઘારા, ટ્રસ્ટનાં મંત્રી જયંતિભાઈ રાજકોટિયા તથા વ્યવસ્થાપકો ડો.વિજયભાઇ ગઢીયા, દીપકભાઈ વડાલીયા,  હરકિશનભાઈ અમૃતિયા,રમેશભાઈ અઘેરા, શ્રીમતી લતાબેન ગઢીયા, પરેશભાઈ મોરડીયા, મહેશભાઇ જાની .

કાર્યક્રમને સફળ બનાવવા માટે વિધ્યાલયના 7 પ્રધાનચાર્ય તથા 87 આચાર્યોએ મહેનત કરી. વિદ્યાલયના વહીવટી વિભાગ સંભાડતા ચિરાગભાઈ ભોરણીયાએ લાઇટ-સાઉન્ડ-સ્ક્રીન ની સુંદર વ્યવસ્થા કરી તથા કૃતિમાં વ્યવસ્થાની જ્યાં જરૂરિયાત પડી ત્યાં મદદ કરી.