સાર્થક વિદ્યામંદિર ખાતે દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરાયું

સાર્થક વિદ્યા મંદિર- મોરબી સુચારુ વ્યવસ્થા સાથે SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ  આજે  ધોરણ  10 નું  પ્રથમ પેપર ગુજરાતી પરીક્ષા હોય ત્યારે સાર્થક વિદ્યામંદિર ખાતે દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.

દરેક વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર આસાનીથી મળી જાય અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તકેદારી લેવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી ઝાલા તેમજ ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.