મોરબી ફેકટરીમાં આગ લાગવાના બનાવો યથાવત

મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી ફેકટરીમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેમાં થોડા દિવસોમાં પહેલા 2 પેપરમીલ માં આગ લાગી હતી ત્યારે આજે મોરબીમાં લાલપર પાસે મોડી સાંજ ના સમયે રંગોલી લેમીનેટ્સ નામની ફેકટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે હાલ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

એક ફાયર મોકલ્યા બાદ બીજું ફાયર પણ મોકલવમાં આવ્યું છે હાલ કેટલું નુકશાન થયુ છે તે જાણવા મળ્યું નથી