ખેલમહાકુંભ ૨૦૨૨ની તાલુકા કક્ષાની રમતોમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ એ શાનદાર દેખાવ કરતા નવયુગની વિજયકુચ ને આગળ ધપાવી છે.
જીવનમાં શ્રેષ્ઠ ભણતરની સાથે રમત ગમત થકી શારિરીક વિકાસનું પણ એટલુંજ મહત્વ રહેલું છે. નવયુગની વિદ્યાર્થીનીઓ ભણવામાં તો અવ્વલ છે જ પણ સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ સર્વોત્તમ દેખાવ કરીને નવયુગનું નામ રોશન કર્યું છે.
ખેલમહાકુંભ ૨૦૨૨ ની તમામ રમતોમાં ક્રમાંક હાંસલ કરેલ છે. 1. વોલીબોલ ટીમ – પ્રથમ, 2. ખો-ખો ટીમ – પ્રથમ, 3. કબડ્ડી ટીમ – પ્રથમ, 4. ઊંચી કુદ: શિતલ કંઝારીયા – પ્રથમ, 5. લંગડી ફાળ કુદ: શિતલ કંઝારીયા – પ્રથમ, 6. બરછી ફેંક: સપના રાજપરા – પ્રથમ, 7. 800મી દોડ: શાહીનબાનુ કડીવાર – પ્રથમ, 8. 400મી દોડ: જાગૃતિ ખરચરીયા – પ્રથમ, 9. ચેસ: રજની અઘેરા – પ્રથમ, 10. યોગ: તન્વી અઘારા – પ્રથમ
11 બરછી ફેંક: જાગૃતિ ખરચરીયા – દ્વિતીય, 12. ચક્ર ફેંક: જોષી રૂત્વી – દ્વિતીય, 13. લાંબી કૂદ: ભૂમિ મકવાણા –દ્વિતીય, 14. 200મી દોડ: શાહીનબાનુ કડીવાર – દ્વિતીય, 15. ચેસ: નસીમ કડીવાર – દ્વિતીય, 16. યોગ: જીલ કાંજીયા – દ્વિતીય, 17. લાંબી કૂદ: સપના રાજપરા – તૃતીય, 18. ગોળા ફેંક: ભૂમિ મકવાણા – તૃતીય, 19. બરછી ફેંક: પૂજા બરાસરા – તૃતીય, 20. ચક્ર ફેંક: પૂજા બરાસરા – તૃતીય, 21. યોગ: ગુલશદ શેરસીયા – તૃતીય
આવા શાનદાર પર્ફોર્મન્સ માટે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલાએ કોચ હેત્વી સુતરીયા અને તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.