મોરબી : ABVP દ્વારા 10/12 બોર્ડ ના વિધાર્થીઓ ને શુભેચ્છા નો કાર્યક્રમ યોજાયો

પરીક્ષાર્થીઓ ને તિલક, મોઢું મીઠું કરાવી તેમજ પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત માટે કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે .જયારે આજ થી 10/12 બોર્ડ ની પરીક્ષા શરૂ થઇ છે ત્યારે ABVP મોરબી દ્વારા વિધાર્થીઓ ને તિલક, મોઢું મીઠું કરાવી તેમજ પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે ની શુભકામનાઓ પાઠવવામાં આવી.