હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન મોરબી (જિલ્લા) તરફથી આયુષ તબીબો માટે ડોક્ટર હિતેશ પટેલ કાન નાક ગળાના સર્જન ની ઓમ હોસ્પિટલમાં વર્કશોપ ફોર covid તેમજ લાઇફ સેવીંગ સીપીઆર (BLS TRAINING) નુ આયોજન lifeline ફાઉંડેશન બરોડા તેમજ ટેક મહિન્દ્રા ફાઉન્ડેશન ના સહયોગથી કરવામાં આવેલ.
આ વર્કશોપમાં મોરબી જિલ્લાના હોમીઓપેથીક ડોક્ટર્સ હાજર રહેલા અને આ વર્કશોપમાં નક્ષત્ર હોસ્પિટલના ડોક્ટર આકાશ સંપત શ્રીજી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ ના ડોક્ટર પિયુષ દેત્રોજા અને મંગલમ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર ના ડોક્ટર દિપક અઘારા સાહેબ દ્વારા કોરોના ને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ.
Lifeline ફાઉંડેશન બરોડા ના સુકાનતો દાસ અને એમની ટીમ દ્વારા હોસ્પિટલ સિવાયની જગ્યાઓ પર સીપીઆર તેમજ તેને લગતા સાધનો અને ટેકનિક વિશે ડોક્ટરોને માહિતગાર કરેલ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવેલ.