જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભા યોજાશે

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત તા. ૨૯ માર્ચના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે.

મોરબી જિલ્લાની તમામ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તા. ૨૯ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ખાસ ગ્રામ સભા યોજાશે આ ગ્રામ સભામાં ૧૧.૦૦ કલાકથી માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા આ વિષય ઉપર સંવાદ અને ઉદ્દબોધન કરવામાં આવશે જેનું ઉપસ્થિત તમામ ગ્રામજનો લાઇવ નિહાળી શકશે.

ગ્રામ સભાનું આયોજન સુચારુ રૂપે થાયે તે માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જે-તે તાલુકાઓના નોડેલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના મહત્તમ લોકો તેમજ પંચાયતના સદસ્યો આ ખાસ ગ્રામ સભામાં ભાગ લઇ જલ શક્તિ અભિયાન હેઠળના એજન્ડા અનુસાર ચર્ચા વિચારણા કરશે.