મોરબી : ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પોલીસને ખાનગી રાહે હકિકત મળેલ કે સલીમ હારૂનભાઈ રાઉમા રહે માધાપર શેરી નં.૧૫ મોરબી વાળો તથા મનોજભાઈ બાવાજી મોરબી વાળા બન્ને મનોજભાઈ બાવાજી રહે મોરબી વાળાના કબ્જા ભોગવટાના મકાનમા ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોવાની ચોકકસ હકીકત મળેલ હોય જેથી ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી સલીમ હારૂનભાઈ રાઉમા ઉ.વ.૨૧ રહે માધાપર શેરી નં.૧૫ મોરબી વાળા હાજર મળી આવતા સદરહુ મકાનમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો

જેમા (૧) ઈમ્પેરીયલ્સ વેટ નં.૧ પ્રીમીયમ ગ્રેન વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.-૭૦ કિ.રૂ.૨૧૦૦૦/-તથા (૨) રોયલ બ્લેક એપલ વોડકા ફોર સેલ ઈન ગોવા લખેલ કાચની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.૩૫ કિ.રૂ.૧૦૫૦૦/-મળી કુલ બોટલ નંગ-૧૦૫ કુલ કિ રૂ ૩૧૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેમજ આરોપી મનોજભાઈ બાવાજી રહે મોરબી તથા મુદામાલ ઈગ્લીસ દારૂ આપનાર આરોપી વિપુલભાઈ ઉર્ફે વિજભા ગઢવી રહે મોરબી વાળાઓ હાજર મળી આવેલ ન હોય જેથી ઉપરોક્ત મુદામાલ કબ્જે કરી મજકુર ત્રણેય ઈસમો વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

સદરહુ કામગીરી જે.એમ.આલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.એમ.રાણા તથા એ.એસ.આઈ.કિશોરદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ કિશોરભાઈ પારઘી તથા પો.કોન્સ ચકુભાઇ કરોતરા, તેજાભાઇ ગરચર, અરજણભાઈ ગરીયા, શકિતસિંહ પરમાર, હસમુખભાઇ પરમાર, સિધ્ધરાજસિંહ જાડેજા વિગેરે નાઓ દ્વારા કરેલ છે.