મોરબી સેસન્સ કોર્ટેએ લેન્ડ ગ્રેબિંગના આરોપીને જામીન આપ્યા

મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધ૨પકડ થયેલ આરોપીઓ શાંતાબેન દેવશીભાઈ સોલંકી તથા ત્રિભોવનભાઈ દેવશીભાઈ સોલંકી જામીન ૫૨ છુટકારો.

મોરબી તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મો૨બી તાલુકા ત્રાજપર ગામમાં સીટી સર્વે નં. ૨૩૬૦/૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરી માં મજુરોના કવાટર્સમાં બનાવેલ હોય જે પૈકી ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાક મકાનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ– ૩(૩), ૫(સી) મુજબ નોંધી ધરપકડ કરવામાં આવેલી. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નદોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે. આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી. તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ. આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણી, મોનિકાબેન ગોલતર , હિતેશ પરમાર, સાગર પટેલ, દિવ્યા સીતાપર રોકાયેલા હતા