વાંકાનેર પંથકમાં પેટ્રોલ પંપના સંચાલકના પુત્રને માર મારી લૂંટની ઘટના બાદ મોરબીમાં પણ લૂંટની ઘટના પ્રકાશમાં આવી!!!

મોરબી શહેર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લૂંટારૂઓને પોલીસનો ડર રહ્યો હોય તેમ 24 કલાક માં બીજી ઘટના લૂંટની બની લૂંટારૂને પકડી પાડવા પોલીસની ટીમ દોડી

હાલ સમગ્ર મોરબી શહેર જિલ્લામાં મોંઘવારીની સાથે મંદીનું મોજું ફરી વળ્યું છે એવા સમયે અધૂરામાં પૂરું અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લુટારુઓ લૂંટને અંજામ આપવા ની ઘટના મોરબી શહેર જિલ્લામાં ૨૪ કલાકમાં બીજી ઘટના પ્રકાશમાં હોય તેમ જાણવા મળી રહ્યું છે મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં પેટ્રોલ પંપના માલિક ના પુત્ર ને રોકીને માર મારી બેંકે ભરવા જતા પૈસાની લૂંટ ચલાવવાની ઘટના બનવા પામી હતી તે લુટારુઓ ને પકડી પાડવા માટે વાંકાનેર પોલીસ ટીમ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે મોરબીના દલવાડી સર્કલ નજીક આંગડિયા કર્મચારી ઓને લુટારુઓ મોટી લૂંટને અંજામ ૧ કરોડ ૨૦ લાખની લૂંટ ચલાવ્યા ની ઘટના પ્રકાશમાં આવી છે

જેમાં જાણવા મળતી વિગત એવી છે કે મોરબીના દલવાડી સર્કલ નજીક સવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ માં આંગડીયા પેઢીની મોટી રકમ આવી હતી જે આંગડિયા કર્મચારી ઓના તે રકમ લઈને જતા હતા ત્યારે લૂંટારુઓ દ્વારા સફેદ કલરની લક્ઝુરિયસ કાર માં આવી ત્રણથી ચાર લોકો લૂંટ ચલાવી ૧ કરોડ ૨૦ લાખની લૂંટ ને અંજામ આપી ફરાર થઈ જતા મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી સાથે મોટો પોલીસ કાફલો લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

જેમાં એસ.ઓ.જી બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચ સહિત સમગ્ર પોલીસ ટીમ ફરજ ના ભાગે લૂંટારૂ ટોળકીની ઝડપી પાડવાના ચારે દિશામાં લૂંટને અંજામ આપનાર ને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે નોંધનીય છે કે હાલમાં કારમી મોંઘવારી સાથે-સાથે મોરબી શહેર જિલ્લામાં મંદીનું મોજુ ફરી વળતા લૂંટની ઘટનાઓ ૨૪ કલાકમાં બીજી મોરબી શહેર જિલ્લામાં બનતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે