હળવદમા ગેસ ના બાટલા માટે લાંબી કતાર લાગી

વિશાલ જયસ્વાલ દ્વારા : ૫-૬ દિવસ મા પરિસ્થિતિ સામાન્ય થઈ જશે – એજન્સી ધારક
હળવદમાં આવેલ ભારત ગેસ ની ઓફિસ ખાતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગેસના બાટલા લેવા માટે લોકોની વહેલી સવારથી જ લાંબી લાઈનો , મોટી સંખ્યા માં લોકો બાટલા લેવા ઓફિસ ખાતે પહોંચ્યા મહિલાઓ તેમજ પુરૂષો બાટલા લેવા માટે વહેલી સવારથી જ એજન્સી ખાતે આવી પહોંચ્યા

આ સમસ્યા છેલ્લા ત્રણ-ચાર દિવસથી હળવદ ખાતે સર્જાઈ આ બાબતે વધુ વિગત એજન્સી ધારક પાસેથી જાણતા જાણવામાં આવ્યું કે ગેસ પ્લાન્ટમાં છ દિવસ સુધી પ્રોબ્લેમ થતા બાટલા આવવનું બંધ રહેતા આ સમસ્યા સર્જાઈ , દરરોજ 294 અથવા 414 બોટલ આવતી હોય છે તેની સામે લેવાની તેના કરતાં ૫ ગણી થી પણ વધારે છે હાલ માં ૫૦૦૦ બોટલ ની અછત જેના કારણે આ સમસ્યા સર્જાઈ , લોકોને પડતી મુશ્કેલી જલદી થી દૂર થાય તેવા અમારા પ્રયત્નો- એજન્સી ધારક