હળવદ દંતેશ્વર દરવાજા નજીક એક મકાનમાં અચાનક આગ લાગતાં ભારે અફડાતફડી

વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ શહેરમાં આવેલ પોશ વિસ્તારમાં દંતેશ્વર દરવાજા નજીક અચાનક એક ભંગારના ડેલા ની બાજુમાં મકાન માં કોઈ ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ લાગતાં  જ આસપાસમાં રહેતા મકાનોમાં ભારે અફડાતફડી નો  માહોલ સર્જાયો હતો અચાનક લાગેલી આગથી આસપાસના રહીશો ભયભીત થઈ ગયા હતા.જોકે તાત્કાલિક આગ બુજવવાના પ્રયત્નો હાથ ધર્યા પરંતુ આગ કાબુમાં ન આવતા હળવદ નગરપાલિકાના ફાયર ફાઈટર ને બોલાવી તાત્કાલિક ધોરણે આગ બુજવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે સદનસીબે મોટી જાનહાની થઈ નથી

બનાવની જાણવા મળતી વિગત મુજબ અનવરભાઇ ઘાંચીના મકાનમાં કોઈ ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર ફાઈટર ને બોલાવી આગ કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા આગ પર કાબુ મેળવી લેતા આસપાસના રહીશો એ રાહત નો શ્વાસ લીધો