નીલકંઠ વિદ્યાલય ખાતે ડ્રેસ અને જ્વેલરી એક્ઝિબિશન યોજાશે

નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા Fashion Designer દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી નું Exhibition.

નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારો નો સામનો કરી શકે તે મુજબ નું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે.

જેમકે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચર,કંપની વિઝિટ,માર્કેટ રિસર્ચ,બિઝનેસ ટાયકૂન,બ્લડ ડોનેશન કેમ્પ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે. હંમેશા ની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -11 ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા Designers Exhibition રાખવામાં આવેલ છે

મોરબી ના નાગરિકોને Exhibition ની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્ય માં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ નમ્ર અપીલ કરે છે. તારીખ. 3 એપ્રિલ, રવિવાર, 2022, સમય.સવારે 9 થી 1, બપોરે 4 થી 7,  સ્થળ નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ, મોરબી