હળવદ : શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને આપ્યું શિક્ષણ જુની પેન્શન યોજના અમલી કરવાની માંગ

વિશાલ જયસ્વાલ દ્વારા  : જૂની પેન્શન યોજનાની માંગણી કરતા ગુજરાત રાજ્ય ના શિક્ષકો સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે કર્મચારી મંડળ લડતના આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલ કરવા માટે આજથી કાળી પટ્ટી ધારણ કરી છે અને બે મિનિટ મૌન પાળીને સુત્રોચાર કરીને સરકારની આંખ ઉઘાડવા શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે

હળવદ તાલુકાના શિક્ષક દ્વારા આજે બે મિનિટ મૌન પાળીને સુત્રોચાર કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની સુચના મુજબ ૧ એપ્રિલના દિવસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે જુદી જુદી રીતે લડત શરૂ કરવામાં આવી છે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જુની પડતર માંગણીઓ સ્વીકાર કરવાની સરકાર સમક્ષ માંગણીઓ અનેક રજૂઆતો કરવા છતાં પણ શિક્ષકોની માંગણીનો હકારાત્મક નિકાલ નહી નિકળતા તારીખ ૧ એપ્રિલના રોજ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ શિક્ષણ સૂચના અનુસંધાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકામાં શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય શરૂ કરતા પહેલા બે મિનિટ મૌન પાળ્યું હતું અને બેનર હાથમાં લઇ સૂત્રોરચાર કર્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું.