મોરબી : ૫૧ લાખની છેતરપિંડીમાં એક આરોપી ઝડપાયો

મોરબી સીટી બી ડિવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૦૫૯૪/૨૦૨૨ ના ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૪૦૭ વિગેરે મુજબના કામે ફરીયાદીની કજારીયા લેમીનેટ કંપનીની સનમાઇકા સીટ નંગ ૫૭૭૫ જેની કિ.રૂ ૫૧,૦૭,૫૪૪/- જે આરોપી દિલીપકુમાર અભીમન્યુસિંહ રહે ગોપાલપુર થાના મહારાજગંજ જી આજમગઢ યુ.પી વાળો પોતાની ટ્રક નં UP 50 CT 0870 માં ભરીને મોરબી કજારીયા લેમીનેટમાંથી નેપાળ ખાતે જવા તા.૨૫/૦૨/૨૦૨૨ ના રોજ રવાના થયેલ જે મુદામાલ આરોપીએ નેપાળ ખાતે નહિ પહોંચાડી પોતે રૂપિયાની લાલચમાં આવી રૂપિયા ૫૧ લાખનો મુદામાલ સગેવગે કરી નાખેલ જે ફરીયાદ તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ દાખલ થતા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકનાઓની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદશન હેઠળ પો.ઇન્સ પી.એ દેકાવાડીયા નાઓએ સત્વરે મોરબી પોલીસ ટીમને ઉતરપ્રદેશ રાજ્ય ખાતે તપાસમાં મોકલી આપેલ જેમાં તપાસમાં ગયેલ ટીમ દ્રારા ફરીયાદીની માલીકીનો મુદામાલ સનમાઇકા (લેમીનેટ) શીટ નંગ ૫૭૭૫ જેની કિ.રૂ ૫૧,૦૭,૫૪૪/- વાળો રીકવર ઉતરપ્રદેશ ગાજીપુર જીલ્લા ખાતેથી રીકવર કરવામાં આવેલ છે અને આરોપી ગુનામાં ઉપયોગ કરેલ ટ્રક નં UP 50 CT 0870 વાળો પણ ઉતર પ્રદેશ રાજયના દેવરીયા જીલ્લામાંથી કબ્જે કરવામાં આવેલ છે તેમજ સહ આરોપી નામે કિશનસિંહ સ/ઓ રાજેશસિંહ રામાશંકર જાતે રાજપુત ઉ.વ ૨૩ રહે ગામ બિરનો થાના બિરનો તા.જખનીયા જી ગાજીપુર રાજ્ય ઉતર પ્રદેશ વાળાને તા.૩૦/૦3/૨૦૨૨ ના કલાક ૨૦/૪૫ ના રોજ અટક કરવામાં આવેલ છે.

સદરહુ કામગીરીઃ- પો.સબ.ઇન્સ. એલ.એન. વાઢીયા તથા પો.હેડ.કોન્સ મહેન્દ્રસિહ ઝાલા તથા પો.હેડ.કોન્સ વિજયભાઇ ચાવડા તથા પો.કોન્સ સંજયભાઇ લકુમ તથા પો.કોન્સ ઇન્દ્વવિજયસિંહ પરમાર વિગેરે નાઓ દ્વારા કરેલ છે.