વિશાલ જયસ્વાલ દ્વારા :મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચોરીનો મુદ્દામાલ કબજે કરવા આવેલ અમદાવાદની એલસીબી ટીમ પર હુમલો કરવામાં આવ્યો અમદાવાદ એલસીબી ટીમ ખાનગી વાહનમાં હળવદ ચોરીનો મુદ્દામાલ કબજે કરવા આવી હતી ત્યારે ટોળા દ્વારા એક ખાનગી વાહન પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી આ બાબતની જાણ થતાં હળવદ તાલુકા પોલીસ સ્ટાફ સ્થળ પર જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદથી વાહનો ખરીદી ને હપ્તા ન ભરી બારોબાર વેચતા હોય છે જેને સીઝર સીઝ કરતા હોય , આવા અનેક વાહનો હળવદ ખાતે હોય એવી પાકી બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપી ને સાથે રાખી ને મુદ્દામાલ કબજે કરવા હળવદ શહેર ની વિસ્તારમાં આવી હતી ત્યારે રીક્ષાઓ કબજે કરવા માટે ટીમ ત્યાં આવી પહોંચી હતી ત્યારે ટોળાએ આ લોકો સીઝ કરવા આવનાર સિઝરો હોઈ તેઓ સમજી એલસીબી સ્ટાફ પર ઉમરો કર્યો હતો અને પ્રાઇવેટ ગાડી ને પણ નુકસાન પહોંચાડ્યું જોકે પોલીસે ઘટના સ્થળે જઇ ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી મોડી રાત સુધી આ બાબતે ફરિયાદ નોંધાઈ ન હતી