શહેરની અંદર આવતા જ પ્રતિમાના દર્શન થાય છે
મોરબી શહેર વિસ્તારમાં વિકાસ ખુબજ થયો છે પણ માત્ર કાગળ પર જ મોરબી શહેરમાં સફાઈ બાબતે શૂન્ય કામગીરી જોવા મળી છે મોરબી શહેરમાં અનેક મહાપુરૂષની પ્રતિમા મુકવામા આવે છે પણ તેની સાફ સફાઈની કાળજી રાખવામાં આવતી નથી
મોરબીમાં બાયપાસ સર્કલ પાસે આવેલ શોપિંગમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા રાખવામાં આવી છે પણ તે પ્રતિમાની કોઈ રીતે સાફ સફાઈની કાળજી લેવામાં આવતી નથી યુવાનોના પ્રેરણાદાયી સ્વામી વિવેકાનંદની પ્રતિમા ધૂળધાણી થઈ રહી છે તેમ છતાં કોઈ તે પ્રતિમાને સફાઈ નથી કરી રહ્યું મહા પુરુષની પ્રતિમા મુકવીએ સારી બાબત છે પણ તેની સફાઈ રાખવી એ પણ એટલી જ જરૂરી છે જેમના જીવનથી લોકોને અનેક પ્રેરણા મળી છે તેવા મહા પુરૂષની પ્રતિમા ધૂળધાણી થતી હોય છતાં તેની સંભાળ ના લેવામાં આવે તો આ દુઃખની વાત કહેવાય
મહા પુરુષની જન્મજયંતિ કે તિથિના દિવસે અનેક સંગઠનો ફુલહાર પહેરાવીને જતા રહે છે પણ જયારે તે પ્રતિમાની કાળજી રાખવાની વાત આવે ત્યારે એક પણ સંગઠન આગળ આવતું નથી