મોરબી : મંત્રીની ઉપસ્થિતમાં યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીનો શુભારંભ

દશ વિધાની વિશાળ જગ્યામાં સૌરાષ્ટ્ર-કચ્છની મોટામાં મોટી સ્પોર્ટ્સ એકેડમી વિશાળ જનમેદની વચ્ચે ઉદ્દઘાટન

મોરબી,રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલ પાસે યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીનો શુભારંભ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોહનભાઈ કુંડારિયા સંસદ સભ્ય, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી અરવિંદભાઈ વાંસદડીયા પ્રમુખ તાલુકા ભાજપ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ઓગાણજા, હરેશભાઈ બોપલીયા, મુકેશભાઈ કુંડારિયા,વિનોદભાઈ ભાડજા વગેરેની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો

જેમાં દશ વિઘાના વિશાળ કેમ્પસમાં વોલીબોલ,સ્કેટિંગ,બેડમિન્ટન સ્વિમિંગ,ક્રિકેટ,બોક્સ ક્રિકેટ, ટેનિસ,ગેમ ઝોન,લૉન ટેનિસ, સ્પોર્ટ્સ કલબ,પ્લે હાઉસ, એડવેન્ચર પાર્ક,ચિલ્ડ્રન પાર્ક,ફન વર્ડ,ગાર્ડન, ટી-ઝોન, ઇન્ડોર ગેમ્સ, માઈન્ડ ડેવલોપિંગ ગેમ્સ,ડાન્સ ક્લાસ વગેરે સુવિધાઓ આપવા આવશે દરેક રમતના પ્રોફેશનલ કોચ માર્ગદર્શન પૂરું પાડશે, સરકારી નોકરીમાં સ્પોર્ટ્સ કોટમાં અનામતનો લાભ મળશે, દરેક રમતનું ઓડીઓ-વીડિયો પ્રેઝન્ટેશન અને થિયોરિટીકલ માર્ગદર્શન, ફોરેન ગેમીંગ અભ્યાસ માટે સ્કોલરશીપનું માર્ગદર્શન, સ્પોર્ટ્સ કલબ મેમ્બરશીપ પણ આપવામાં આવશે.

આવી વિવિધ સુવિધા પૂરી પાડતી યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીના શુભારંભ કાર્યક્રમમાં રામજીભાઈ વિડજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું,પરિમલ સાંગણી સ્પોર્ટ્સ પર્સન ખુશ્બુબેન પંચાલ, કિરીટભાઈ દેકાવડીયા કેમ્પસ ડારેક્ટર,કિશનભાઈ દલસાણીયા જનરલ સેક્રેટરી સ્પોર્ટ્સ ઇન્ડિયા જસ્મિન પટેલ બેડમિન્ટન ઈન્ટર નેશનલ પ્લેયર તેમજ તમામ રાજકીય હસ્તીઓએ રમત ગમત પ્રવૃત્તિના મહત્વ અને જરૂરીયાત વિશે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યા હતા અને એકેડમીના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી,

આ પ્રસંગે હાલ જ્યારે ધોમ ધખતો તાપ પડી રહ્યો છે ત્યારે પક્ષીઓને પીવા માટે પાણી ભરી શકાય એવા 500 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરી સેવા કાર્ય કરેલ શુભારંભ પ્રસંગે 2000 બે હજાર જેટલા લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.