મિત ત્રિવેદી દ્વારા : પોતાને અને સગીર સંતાનને ભરણપોષણ ચુકવવા પરીણીતાએ માંડેલા દાવામા મોરબી ફેમિલી કોર્ટે પાટણના નાયતા ગામે રહેતા પતિને પત્ની અને સગીર સંતાનને ભરણપોષણ ચુકવવા હુકમ કર્યો હતો.
મોરબીના રૂપાબેન સાયા ના લગ્ન જ્ઞાતિ સમાજના રીતરિવાજ મુજબ આશરે ચારેક વર્ષ પૂર્વે બળદેવભાઈ વનવીરભાઈ મિતીયા સાથે થયા બાદ સાસરે પાટણ જીલ્લાના નાયતા ગામે સંયુક્ત પરીવારમા સુખી દામ્પત્યજીવન વ્યતિત કરતા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્ર પ્રાપ્તિ પણ થયેલ છે. પરંતુ સમય જતા પરીણીતા રૂપાબેન ને પતિ સહિતના શારીરીક માનસીક ત્રાસ અને તકલીફ આપતા હોવાની ફરીયાદ સાથે મોરબી ખાતે પિતા રમેશભાઈ સાયાને ત્યા પુત્ર સાથે રીસામણે આવી ગયા હતા.
બાદમા, ફેમિલી કોર્ટમા પતિ વિરૂધ્ધ પત્ની દરજ્જે પોતાને અને સગીર સંતાનને ભરણપોષણ ચુકવવા દાવો માંડ્યો હતો. જે અંગે કોર્ટમા ફરીયાદ પક્ષના વકીલ રાજકોટના જીજ્ઞેશ તેરૈયા, જીતેન્દ્ર કુબાવત અને ટંકારાના અતુલ ત્રિવેદી ની ધારદાર દલીલો રજુઆતો ધ્યાને લઈ કોર્ટે ભરણપોષણ દાવો મંજુર કરી પાટણના નાયતા ખાતે રહેતા પતિને ભરણપોષણની રકમ ચુકવવા હુકમ કર્યો હતો.