જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નવી પેન્શન યોજનાના વિરોધમાં બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે એલ.ઈ.કોલેજ ડીપ્લોમાંમાં ફરજ બજાવતા અધ્યાપકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો
સરકારી કર્મચારીઓ માટે અન્યાયી એવી નવવર્ધિત પેંશન યોજનાને બંધ કરી તેના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટના રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્યના યુનિટ દ્વારા ચળવળ ચલાવવામાં આવે છે જે અન્વયે ૦૧ એપ્રિલના રોજ કાળા દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા સમર્થન આપવામાં આવેલ જેથી મોરબીની એલ.ઇ.કોલેજ ડિપ્લોમામાં ફરજ બજાવતા અધિકારીઓએ આજે કાળા કપડા પહેરી બ્લેક ડે મનાવ્યો હતો અને નવી પેન્શન યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો.