કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી તે ઉક્તિ ને ધ્યાન માં રાખી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા નો સુંદર કાર્યક્રમ થયો. ગત તા.27-3-2022 ના રોજ આંબેડકર ચોક માં આવેલ કબીર આશ્રમ માં રામ ખીચડી નો કાર્યક્રમ થયો જેમાં અંદાજે 140 જેટલા બહેનો, ભાઈઓ અને બાળકો એ ભાગ લીધેલ
કબીર આશ્રમ ના મહંત પ.પૂ.શ્રી કરસનદાસ બાપુ એ આ પ્રસંગે મનનીય પ્રવચન માં જણાવ્યું કે ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ ક્યારેય રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત,ઉચ્ચ નીચ ના ભેદભાવ રાખીએ છીએ?કાર્યક્રમ ના મુખ્ય વકતા વિજયભાઈ રાવલ એ જણાવ્યું હતું કે સંતો ને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજ માં સમરસતા નું કાર્ય ક્યાં સુધી કરશો? સંતો નો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતા નો મીઠો દરિયો ના બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું
આ ઉપરાંત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત શિવણ કેન્દ્ર ની બીજી બેન્ચ પૂર્ણ થતાં બહેનો ને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ આ શિવણ કેન્દ્રમાં આરતીબેન શુક્લા સેવા આપે છે કાર્યક્રમ ના અંતે રામ ખીચડી નો મહાપ્રસાદ સૌ એ એક પંગત માં લીધેલ.