માળિયા : મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ

માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ હુંબલની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના ભાઈ શ્રવણભાઈ જસાભાઈ હુંબલ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી.

સાથે તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમના કોન પણ ખવડાવવામાં આવ્યા. આ તકે શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.