હળવદ : અનેક સોસાયટી મા હજુ પણ રસ્તા બન્યા નથી – મોટા નેતાઓ ની સોસાયટી મા ૨-૨ વાર રસ્તા મંજૂર 

ગટર ની લાઈન નાખવા તોડેલા રસ્તા નું ૮ વર્ષ સુધી પણ રીપેરીંગ થયું નથી

વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ સરા રોડ પર દિવસે ને દિવસે નવી નવી સોસાયટી માં વધારો થતો જાય છે હળવદ હરણ ફાળ પ્રગતિ કરી રહ્યું છે પરંતુ અનેક સોસાયટી મા આજ દિન સુધી રસ્તા નો બન્યા નથી ,સોસાયટી દ્વારા બનાવેલ રોડ-રસ્તાઓ જે તે સમયે ગટરલાઇન નાખવા માટે તોડવામાં આવ્યા હતા પરંતુ આઠ વર્ષ સુધી પણ આજદિન સુધી રોડ-રસ્તાઓ માટે તંત્ર જાગતું નથી અનેક મોટા નેતાઓની સોસાયટીમાં શેરીઓમાં બે વખત બની ગયા પરંતુ અમુક સોસાયટીઓમાં નેતાગીરીના અભાવને કારણે હજુ સુધી એક વખત પણ રસ્તાઓ બન્યા નથી

હળવદ સરા રોડ પર આવેલ સ્વામિનારાયણ નગર, રુદ્ર ટાઉનશીપ , શહીદની અનેક સોસાયટીમાં રોડ-રસ્તાઓ હજુ સુધી મળ્યા નથી વેરા લેવામાં વ્યસ્ત તંત્ર અમારામાં નથી આવતું કઈ છૂટી જતું હોય છે તો શું હજુ પણ તંત્ર વ્હાલા દવલાની નીતિ રાખશે કે કામગીરી કરસે ખરા ,ગામડા થી બદતર હાલત ના સોસાયટી ના રોડ રસ્તાઓ થી રહીશો ત્રસ્ત આવી ચૂક્યા છે પરંતુ નેતાગીરી ના અભાવે લોકો ભોગ બને છે